તારી દરેક યાદ દિલમાં હજુ તાજી છે

Tuesday, September 11, 2012 · Posted in , ,

 
તારી દરેક યાદ દિલમાં હજુ તાજી છે,
 તું નથી જીવનમાં પણ તારી આસ હજુ બાકી છે.
 તારી યાદ આવતા જ આંખમાં આંસુ આવી જાય છે,
 એ આંસુ તો પી લીધું પણ પ્યાસ હજુ બાકી છે.
 ક્યાંક મળી જઈસુ તો શું કહીશ એ ખબર નથી,
 છતાંય વાત કરવાનો પ્રયાસ હજુ બાકી છે.
 આખો મળી, દિલ મળ્યા, આખરે જુદા થઇ ગયા,
 પરંતુ તું અને હું એક હતા એ અહેસાસ હજુ બાકી છે.
 હું તારા દિલમાં નથી તો ભલે કઈ નથી,પણ
 તારી યાદોમાં હું જરૂર હોઇશ એ વિશ્વાસ હજુ બાકી છે